Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરતમાં વિશ્વકર્મા ધામમાં સંમેલન: સુવર્ણકારોના વિવિધ પ્રશ્નો અંગે ઉદ્યોગ મંત્રીને વિસ્તૃત રજૂઆત

ભારતીય સોની સમાજના કાર્યાધ્યક્ષ ભરતભાઈ લાઠીવાળા દ્વારા સોની સમાજનો ઓબીસીમાં સમાવેશ અને હસ્તશિલ્પનો દરજ્જો આપવા સહિતની અગત્યની રજૂઆત: ઉદ્યોગમંત્રી જગદીશભાઈ પંચાલને ગોહિલવાડ શ્રીમાળી સોની જ્ઞાતી દ્વારા મોમેન્ટ અર્પણ કરાયો

સુરત :સમગ્ર વિશ્વકર્મા સમાજ દ્વારા ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનો ભવ્ય સન્માન સમારોહ વરાછા ખાતે યોજાયો હતો વિશ્વકર્મા સમાજના સંતાન અને મંત્રી જગદીશભાઈ પંચાલનો સુરતના આંગણે કાર્યરત શ્રી વિશ્વકર્મા ધામ દ્વારા પટેલ સમાજની વાડી મિનિબજાર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો

  વિશ્વકર્મા સમાજની દરેક જ્ઞાતિઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે પ્રયાસ કરતી સંસ્થા શ્રી વિશ્વકર્મા ધામના નેતૃત્વમાં સુરતમાં વસતા વિશ્વકર્મા સમાજની દરેક જ્ઞાતિઓ અને પેટા સંસ્થાઓ દ્વારા મંત્રી જગદીશભાઈ પંચાલનું સન્માન કરાયું હતું,

 આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા,ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી સહિત સમાજના કોર્પોરેટરો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, હોદેદારો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શ્રી વિશ્વકર્મા ધામ આયોજીત સુરત ખાતેના સમારોહમાં ઉધોગ પ્રધાન જગદીશભાઈ પંચાલને સમગ્ર સોની સમાજ માટેની અગત્યની રજૂઆત કરાઈ હતી

ભારતીય સોની  સમાજના કાર્યાધ્યક્ષ સોની ભરતભાઈ ઈંદુભાઈ લંગાળીયા, લાઠીવાળા, સુરતએ ઉદ્યોગમંત્રીને કરેલી વિસ્તૃત રજુઆતમાં અન્ય રાજ્યોની માફક સોની સમાજને ઓબીસીમાં સ્થાન ગુજરાતમાં મળે તે માટે જરુરી કાર્યવાહી કરવા ,(સોની, સોનાર, સુવર્ણકાર, સ્વર્ણકાર સમાજ), સોની સમાજ પરંપરાગત હસ્તશિલ્પમાં આવે છે છતા હસ્તશિલ્પનો દરજ્જો મળેલ ના હોય સોની સમાજને હસ્તશિલ્પ શ્રેણીમાં આવરી લય ,હસ્તશિલ્પ શ્રેણી મુંજબના દરેક લાભાલાભ સરળતાથી મળે તેવી સુવિધા આપવા આગ્રહ કર્યો છે .

 ભરતભાઈ લાઠીવાળાએ સરકાર દ્વારા રચાતા વ્યવસાયી સેઝ/જી, આઈ, ડી, સી, જેવા ઉધોગો માટે ઝોનો માં શહેર/વિસ્તાર/ગામ કે પછી ઈન્ડસ્ટ્રીઝો માં અમુક કોટા પરંપરાગત સોની સમાજ માટે ઉપલબ્ધ કરાવવા અસરકારક આદેશો કરવા,તેમજ સોની સમાજ કાર્યકુશળ હોવા છતા સોનું મૃલયવાન ધાતુ હોય તેના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર મુંજબ વઘઘટ બને છે આના કારણે નાનો કારીગર વર્ગને કામ ઓછુ મળે છે તેમજ નાના કામોને લય તેનું વળતર ઓછુ મળવાને કારણે પોતાનાં સંતાનો, તબિબી સારવાર, વિમો પોલીસી, રહેઠાણ, પ્રવાસ-તિર્થાટન જેવી સુવિધાથી વંચીત અથવા નહિવત લાભ લય શકે,  આ માટે ઔફર્ડેબલ હાઉસિંગ સ્કિમ, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સોની સમાજ માટે યોગ્ય કોટા મળે તે હેતુ આપ શ્રી જરુર વિવિધ મંત્રાલયો સાથે સંકલન કરી આ બઘી સવલતો સોની સમાજ ને મળી રહે તેવુ વાતાવરણ બનાવી આપો તેવી રજૂઆત કરી છે
  આ ઉપરાંત  મોંઘવારી કે અસામાજિક દ્વારા થયેલી કોઈ ઘટના થકી સોની સમાજનો કોઈ વ્યવસાયી આત્મઘાત કરે તો તેના પરીવારને સરકારને સહાય તેમજ નોકરી કે વ્યવસાયની તકો નું નિર્માણ કરી શકાય તેવુ આયોજન.કરવા ઉમેર્યું છે

 આ સન્માન સમારોહમાં સુવર્ણકાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી , આ પ્રસંગે ગોહિલવાડ શ્રીમાળી સોની જ્ઞાતી દ્વારા ઉદ્યોગમંત્રીને મોમેન્ટ અર્પણ કરાયેલ હતો સોની સમાજ સુરતના આગેવાનો ચંદ્રકાંતભાઈ ઉંડવીયા તેમજ તેમની પદાધિકારી ટીમ ઉપસ્થિત રહી હતી

(10:28 am IST)