Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નવસારી: યુવતીનો સ્નાન કરતો વીડિયો ઉતારી સખીએ પૂર્વ પ્રેમીને મોકલ્યો:વાયરલ કરી દીધો :બંનેની ધરપકડ

યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો: બહેનપણીને અંગત માહિતી શેર કરતા વિચારજો

નવસારી :સોશિયલ મીડિયાનાં જમાનામાં કોઈ પણ અંગત કામ કેમેરામાં શૂટ થઈને વાયરલ થતાં વાર લાગતી નથી જેને કારણે મોટે ભાગે લોકોની આબરૂ લીલામ થતી હોય છે આવા જ પ્રકારનો બનાવ નવસારીના જલાલપોર તાલુકાના એક ગામમાં બનવા પામ્યો છે.

જલાલપોર ના એક ગામમાં રહેતી 2 બહેનપણીનો સંબંધ ગાઢ હતો, બંને એકબીજા પર વિશ્વાસ ધરાવતા હતા એક દિવસે બંનેને કોઈ કામથી ઝડપથી બહાર જવાનું હતું. જેથી તેઓ એક જ બાથરૂમમાં સાથે ન્હાવા ગઈ હતી. તે સમયે હિરલે (નામ બદલ્યું છે) છુપાઈને હીર (નામ બદલ્યું છે)નો નગ્ન અવસ્થાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. અને તેને પોતાના એકસ બોય ફ્રેન્ડ મિત્તલ ટંડેલને સેન્ડ કર્યો હતો. અને તેણે આ વીડિયો ગામમાં અન્ય લોકોને પણ મોકલ્યો હતો.

આમ વીડિયો વાયરલ થઈ જતાં હીરને તેની જાણ થઇ ગઇ હતી. આથી તેણે જલાલપોર પોલીસ મથકમાં મિત્ર યુવતી અને તેના બોયફ્રેન્ડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરીને બંનેની ધરપકડ કરી લીધી છે.

આ બનાવ 1 વર્ષ અગાઉ બન્યો હતો અને 3 મહિના પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પતિ સાથે ઘરકંકાસને લીધે હીર પિયરમાં રહેતી હતી. હિરલે 1 વર્ષ પહેલા સ્નાન કરતી વખતે વીડીયો બનાવી ગંદી હરકત કરી હતી. બનાવ અંગે પીડિત યુવતીના ગામમાં ખબર પડતાં ગ્રામજનો રોષે ભરાયા છે. હિરલનો પૂર્વ પ્રેમી આરોપી મિત્તલ ઓખામાં બોટમાં નોકરી કરે છે તેણે વીડિયો જોઇને ગામમાં કેટલાક લોકોને મોકલ્યો હતો.આ બનાવ અન્ય યુવતીઓ માટે લાલબંતી સમાન ગણાઈ રહ્યો છે કોઈપણ ગાઢ સબંધ ધરાવતી બહેનપણી સાથે અંગત માહિતી કે વીડિયો શેર કરતા પહેલા સો વાર વિચાર કરી લેવો જોઈએ.હાલ પોલીસ સમગ્ર બનાવને ગંભીર રીતે લઈ તપાસમાં જોતરાઇ ગઈ છે.

(12:55 am IST)