Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

પાટણમાં દિવ્યાંગોને રમત ગમતના સાધનોની સહાય આપવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

વિવિધ રમતગમત ક્ષેત્રે જોડાયેલા કેટલાક ખેલાડીઓ સાધન સહાય વગર પ્રેક્ટિસ કરી શકતા નથી

પાટણમાં જિલ્લાના વિકલાંગો એકત્ર થઇ કલેક્ટર કચેરી ખાતે આવી રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી શકે અને આગળ વધી શકે તે માટે રમત-ગમતના સાધનોની સહાય આપવા માટે કલેક્ટર ને આવેદનપત્ર આપી ને રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં વિવિધ રમતગમત ક્ષેત્રે જોડાયેલા કેટલાક ખેલાડીઓ સાધન સહાય વગર પ્રેક્ટિસ કરી શકતા ન હોય તેમ જ પોતાનું કૌશલ્ય વ્યર્થ જઈ રહ્યું હોય સરકાર દ્વારા અને રમત ગમત વિભાગ દ્વારા વિકલાંગો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને પોતાની કારકિર્દી ઘડી પગભર બને તે માટે સત્વરે રમત-ગમતના સાધનો અને સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવે તે માટે પાટણ કલેકટર ને આવેદનપત્ર આપી ને વિકલાંગોએ રજૂઆત કરી હતી.

(12:38 am IST)