Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

અમદાવાદ મનપાની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં 24 ટકા ભાવ વધારાની વિવાદી દરખાસ્ત મંજૂર:અનેક શંકાકુશંકા

જોધપુરમાં ત્રણ વર્ષથી રોડના કામો ટલ્લે ચઢ્યા છતાં બીજીવાર મુદત વધારીને નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાભ ખટાવવાનો પ્રયાસ

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા  દ્વારા જોધપુર વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ રીગેડ અને રીસરફેસ કરવાનું કામ સોંપાયાને ત્રણ વર્ષ વીતવા છતાં રોડના કામો પૂરા નહીં કરનાર કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને BJPના સત્તાધીશો છાવરી રહ્યા હોવાનું મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોધપુરમાં વર્ષ ૨૦૧૯માં રોડને રિસરફ્સ અને રિગેડ કરવાની ૨૪ ટકા વધુના ભાવથી રૂ. ૫.૫૭ કરોડની કામગીરી કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવી હતી પરંતુ હજી સુધી રોડની કામગીરી પૂરી થઈ ન હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને બીજીવાર મુદત વધારવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે. બીજવાર સમય મર્યાદા વધારવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે. અગાઉ, આ કામની સમય મર્યાદા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી વધારાઈ હતી. કોરોનામાં લોકડાઉનના કારણે તેમજ ડામરની ઘટના કારણે કામગીરી થઈ નહીં હોવાના બહાના આગળ ધરીને મ્યુનિ. તંત્ર બચાવ કરી રહ્યું છે.

જોધપુરમાં રસ્તા રીગેડ અને રીસરફેસ કરવાના કામના કોન્ટ્રાકટર નરનારાયણ ૨૪ ટકા વધુ ભાવનું રૂ. ૫ ૫૭ કરોડનું ટેન્ડર ૨૦૧૯માં મંજૂર કરાયું હતું. લોકડાઉનના કારણે અને ચોમાસામાં રોડની કામગીરી સદંતર બંધ રહી હતી. લેબરોની અછત સર્જાયેલ તેમજ ડામર ઉત્પાદન કરતી કંપનીઓ જેવી કે IOCL, BPCL, HPCL દ્વારા સપ્લાય કરવામાં આવતા ડામરમાં પણ ઘટ પડતાં રસ્તાની કામગીરી થઈ ન હતી.

વિપક્ષી નેતા શહેજાદખાને આક્ષેપ કર્યો છે કે, ભાજપના માનીતા કોન્ટ્રાક્ટર હોવાના કારણે કામગીરી પણ થઈ ના હોવા છતાં તેમનો બચાવ કરવામાં આવે છે. સેકન્ડ લોકડાઉન પૂરૂં થયાને ૮ મહિના વીતવા છતાં નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે હજુ સુધી કામગીરી પૂરી કરી ન હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ નથી કે પગલાં લેવાયા નથી અને બીજીવાર મુદત વધારી આપવામાં આવી છે.

 

(12:13 am IST)