Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મેક ઈન ઇન્ડિયાનો પાવર :સોલારથી ચમકશે સુરત : સોલાર સિસ્ટમમાં ચીનને ટક્કર આપતી પેનલ તૈયાર

ચાઈનાની સોલાર પેનલથી સસ્તી સાથે ડબલ પાવર પણ ઉત્પન્ન કરે છે.

સુરત :હિરા ઉદ્યોગમાં સુરતનું નામ મોટું છે.તેમ હવે સોલાર સિસ્ટમ ક્ષેત્રે પણ સુરતના ઉદ્યોગો મોટું નામ કમાઈ રહ્યા છે. હવે સોલાર સિસ્ટમ ક્ષેત્રે ચાઈનાને પણ ટક્કર આપતી સિસ્ટમ સુરતના ઉદ્યોગોએ તૈયાર કરી છે.જે ચાઈનાની સોલાર પેનલથી સસ્તી તો છે જ.પરંતુ ડબલ પાવર પણ ઉત્પન્ન કરે છે. 

પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર ડબ્લિંગ સોલાર બનાવાઈ છે. સુરતની ગોલ્ડી કંપનીના ઉદ્યોગકારે બાઈ ફેશયલ સોલાર પેનલ બનાવી સૌને ચોંકાવી દીધા છે.કારણ કે, આ પેનલ ચાઈનાની સોલાર પેનલને જબરદસ્ત ટક્કર આપી રહી છે. અને આગામી દિવસોમાં ભારતભરમાં આ સોલાર સિસ્ટમ લઈ જવામાં આવશે.

  સુરતના ઉદ્યોગકાર દ્વારા આ બાઈ ફેશયલ સોલાર પેનલ માટે સુરતના પીપોદ્રા અને નવસારીમાં ફેક્ટરી સ્થાપવામાં આવી છે. અને આ બંને ફેક્ટરીમાં તૈયાર થતી સોલાર પેનલ દેશભરમાં પહોંચશે.જોકે તેની ખાસિયતમાં .આ સોલાર પેનેલ ચાઇના કરતા સસ્તી છે.અને આ સોલાર પેનલમાં ડ્યુએલ સેલનો ઉપયોગ કરાયો છે.જેના કારણે સોલાર પેનલમાં બંન્ને સાઇડથી પાવરનું ઉત્પાદન થઇ શકશે.સોલાર પેનલના આગળના ભાગે સૂર્ય પ્રકાશના માધ્યમથી પાવર ઉત્પાદન થશે. જ્યારે પાછળના ભાગે રિફલેકશનવાળો પદાર્થ મુકીને પાવર ઉત્પાદન કરી શકાશે.

એટલું જ નહીં સાદી સોલાર પેનલ કરતા 20થી 25 ટકા વધારે પાવર ઉત્પાદન કરી શકાશે. મહત્વની વાત તો એ છે કે, મેક ઈન ઈન્ડિયા અને લોકલ ફોર વોકલની પ્રેરણાથી ઉદ્યોગકારે આ દિશામાં જપ્લાવ્યું છે.અને દુનિયાભરમાં એપ્રુવર્ડ બાયોફીશર ટેક્નોલોજીનો પ્રથમ વખત ભારતમાં ઉપયોગ કર્યો છે

(11:54 pm IST)