Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કરાઠા ગ્રામ પંચાયત હસ્તક ડસ્ટબીનની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે ઉપસરપંચ અને સભ્યોએ DDOને લેખિત કરી રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં ગ્રામપંચાયત દ્વારા ખરીદી કરાયેલા ડસ્ટબીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે પંચાયતના જ ઉપ સરપંચ અને સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત થતા અનેક સવાલો ઉઠ્યા છે.

ડીડીઓને કરેલી લેખિત રજુઆતમાં ગામના ડેપ્યુટી સરપંચ સ્નેહાબેન ચિરાગ પટેલ અને પંચાયત સભ્યોમાં રાવજીભાઈ નરસિંહભાઈ પટેલ,વિપુલકુમાર જશું ભાઈ વસાવા,કુસુમબેન પ્રીતમભાઈ બારોટ,અનિતાબેન કલમભાઈ વસાવએ જણાવ્યું કે કરાઠા ગ્રામ પંચાયતને ૨૦૨૧-૨૦૨૨ના નાણાંકીય વર્ષ દરમ્યાન સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રાંટ ફાળવવામા આવેલી આ ગ્રાટમાંથી ગ્રામ પંચાયતે સામાન્ય સભામા ચર્ચા વિચારણા કરી તમામ સભ્યોને વિશ્વાસમાં લઇ સ્વચ્છતા અભિયાન કેઠળ કયા સાધનો ખરીદવા જોઇએ તે નકકી કરી ધોરણસરની પ્રક્રિર્યા પુર્ણ કરી ખરીદી કરવાની હોય છે.પંરતુ કરાંઠા ગ્રામ પંચાયતના સરપંચ,તલાટીએ સ૨કારના નિતિ નિયમોને નેવે મુકી માનવામા ન આવે તેવો ભષ્ટાચાર કરેલ છે જેમાં ( ૧ ) કરાઠા ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ ગ્રામ પાયતની સામાન્ય સભા બોલાવ્યા વગર અને તમામ સભ્યોની સંમતી વગ૨ અદાજે ૪૦૦ ડોલ ( ડસ્ટબીન ) કચરા માટે ખરીદેલ જે એક ડસ્ટબીનની કિમંત બજાર મા રૂપિયા ૩૦ થી ૪૦ હોય છે . જેની કિંમત રૂા .૪૦૦ × ૪૦ લેખે ગણતરી કરી  રૂ।.૧૬૦૦૦ / જયારે કરાઠા ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ આ કામ માટે રૂા .૬૦,૦૦૦/- બેંકમાંથી ખોટા વાઉચર બનાવી ઉપાડી લઈ વાપરી નાખી રૂા .૪૪૦૦૦ | - નો ભ્રષ્ટાચાર કરેલ હોવાના આક્ષેપ થયા છે.
આ બાબતે ગામના મહિલા સરપંચ એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પહેલી વાત તો એ કે ખોટા આક્ષેપ કરનાર અરજદાર ન મિટિંગમાં ગેર હાજર રહ્યા હતા તેમજ તેમણે ડીડીઓને કરેલી રજુઆત તદ્દન ખોટી છે, અમે ભ્રષ્ટાચાર કર્યો નથી બધું નિયમોનુસાર જ કર્યું છે જેના અમારી પાસે તમામ પુરાવા છે.

(10:16 am IST)