Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

LCB નો સપાટો:.IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં ઓનલાઇન ચાલતા સટ્ટા - બેટીંગનો ધંધો કરતા ઇસમોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના અને માર્ગદર્શન કરતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રાજપીપલા પો.સ્ટે . વિસ્તારમાં વોચમાં હતા દરમ્યાન સંયુક્ત બાતમી મળેલ કે હજરપુરા ગામે પટેલ ફળીયામાં રહેતા રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુ પ્રવિણભાઇ પટેલ (રહે . હજરપરા તા.નાંદોદ )પોતાના ઘરમાં બેસી મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન સટ્ટા - બેટીંગ રમે છે , અને પોતાના ઘરે ટી.વી. ઉપર હાલમાં ચાલી રહેલ લખનઉ સુપર જાયન્ટસ V / S દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટા રમી રહેલ છે .જે બાતમી આધારે રેઇડ કરતાં તેના પાસેનો મોબાઇલ લઇ ચેક કરતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર યુઝરનેમ - પાસવર્ડ વડે લખનઉ સુપર જાયન્ટસ V / S દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇનમાં સટ્ટા બેટીંગની લેવડ - દેવડની વિગતો મળી આવેલ . તેમજ તેના પાસેથી સટ્ટા બેટીંગ અંગેના રોકડા રૂ .૬૪,૪૮૦ તથા મોબાઇલ -૧ કિ.રૂ .૫૦૦૦- તથા ઓનીડા એલ.ઇ.ડી. ટી.વી. - ૧ કિ.રૂ .૫૦૦૦ તથા સેટઅપ બોક્ષ -૧ કિ.રૂ .૧૦૦૦-ના મળી કુલ કિ.રૂ. ૭૫,૪૮૦ ના સાથે ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જતા કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:37 pm IST)