Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરતમાં ધોળેદિવસે SBI બેંકમાં ગઠિયો કળા કરી ગયો : કેશિયરની કેબિનમાંથી રોકડા 1.93 લાખ તફડાવીને ફરાર

પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી

સુરત : શહેરના મોરાભાગળની એસબીઆઇ બેંકની શાખામાં મહિલા કેશીયર બેન્કની  બાજુમાં સીડીએમ મશીનમાં જતા વેત અજાણ્યા માસ્કધારી યુવાને કેશીયરની કેબીનમાંથી રોકડા 1.93 લાખ તફડાવીને રફુચક્કર થઇ જતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે ધોળા દિવસે એસબીઆઈ જેવી માતબર બેન્કમાં બેન્કની કામગીરી ચાલુ હોય તેવા સમયે અંદર પ્રવેશીને આ પ્રકારે સમડી રૂપિયાની તફડંચી કરી ગઈ તેથી સરકારી બેન્કોની લાલિયાવાડી સામે આવી છે.

શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધીી રહી છે ત્યારે શહેરના રાંદેેર વિસ્તારમાં આવેલ બેંકમાં ચોરીની ઘટનાને લઇ ચકચાર મચી જવા પામી હતી સેના મોરાભાગળ એસબીઆઇ બેન્કક ની શાખા આવેલી છે આ બેન્કમાં કામ કરતાં સીનીયર કલાક તરીકે તરીકે ફરજ બજાવતા વિમલાબેન વિજય પટેલ (ઉ.વ. 50 રહે. ૧૧૨, નુતન રો હાઉસ, વિદ્યાકુંજ સ્કૂલની પાસે, પાલનપુર જકાતનાકા, સુરત) રાબેતા મુજબ બુધવારે બેંકમાં ગયા હતા.

પોતાની કેબીનમાં જઇ ડ્રોઅરમાંથી રોકડા 5 લાખ રૂપિયા કાઢી ટેબલ પર મુકયા હતા. ત્યાર બાદ તેઓ બેંકની બાજુમાં આવેલા સીડીએમ મશીન પાસે ગયા હતા. જયાં બેંકના ખાતેદારે આવી કહ્યું હતું કે મેડમ તમારા ડ્રોઅરમાંથી કંઇક ગયું લાગે છે. જેથી વિમલાબેન તુરંત જ પોતાની કેબીનમાં દોડી ગયા હતા અને ચેક કરતા ૫ લાખ રૂપિયા ગાયબ હતા.

જેથી તેમણે તુરંત જ બેંકના સીસીટીવી ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબીનની અંદર આવી ડ્રોઅર ખોલી તેમાં મુકેલા રોકડા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મુકી બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે પડયો હતો.

રાંદેર પોલીસની તપાસમાં રોકડ તફડાવનાર એક નહીં પરંતુ ચારથી પાંચ જણા હોવાનું અને ત્રણથી ચાર રીક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે સીસીટીવી ની મદદથી ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હવે આરોપી ક્યારે અને કેવી રીતે પકડાઈ છે તે જોવાનું રહ્યું

 

(10:43 pm IST)