Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે : ભાજપ સરકારે 27 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવા માટે કંઈ કર્યું છે કે કેમ ? તેનો પર્દાફાશ થશે : ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં સત્તાનો ઘમંડ, છેલ્લા 27 વર્ષથી શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવા માટે ન તો કંઈ કર્યું છે અને ન કરવા ઈચ્છે છે : મનીષ સિસોદિયા

છેલ્લા 27 વર્ષમાં ભાજપે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે કોઈ કામ કર્યું નથી, ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલને તક આપવાનું મન બનાવી લીધું છે, તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વધુ સારી થશે : સત્તાના ઘમંડમાં કચડાયેલા ગુજરાતના શિક્ષણ મંત્રી પાસે શિક્ષણ અને સમાજ માટે કોઈ ધયેય નથી : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાનનો આક્રોશ

રાજકોટ તા.૮: ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. અને ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની માંગણી કરે છે ત્યારે સત્તાના ઘમંડમાં આવેલા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કર્યું છે કે "જેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેણે ગુજરાત છોડીને દિલ્હી જતું રહેવું  જોઈએ". આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શુક્રવારે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણ પ્રધાનના અહંકારી નિવેદનની નિંદા કરતા આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે જો ગુજરાતના શિક્ષણ મંત્રીમાં આટલો બધો અહંકાર હોય તો હું સોમવારે ગુજરાત જઈને જોઈશ કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતની શાળાઓને ઠીક કરવા માટે કોઈ કામ કર્યું છે કે કેમ.

શ્રી સિસોદિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે 27 વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ અને શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે ન તો કંઈ કર્યું છે અને કરશે પણ નહીં. જેમને સારું શિક્ષણ જોઈએ છે તેમણે ગુજરાત છોડીને બીજે ક્યાંક જવું જોઈએ. નોંધનીય છે કે મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનને શરમજનક ગણાવીને ટ્વીટ કરીને તેની નિંદા કરી હતી, જેના પર લગભગ 4 લાખ લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રીને ગુજરાત ની  શિક્ષણ વ્યવસ્થા વિશે કોઈ માહિતી નથી.

શ્રી સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પ્રશ્ન કરતાં કહ્યું કે તેઓ ગુજરાતની શાળા-કોલેજો ક્યારે ઠીક નહીં કરે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાનું કામ નહીં કરે અને સત્તાના ઘમંડમાં કહેશે કે જેને આ વ્યવસ્થા ન ગમતી હોય તે ગુજરાત છોડીને દિલ્હી જાય તો તેની સમાજ પ્રત્યેની દ્રષ્ટિ શું છે? શું સમાજ આ રીતે આગળ વધી શકશે?

શ્રી સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રી આવા અહંકારી નિવેદનો આપી રહ્યા છે ત્યારે હું પોતે જઈને જોવા માંગુ છું કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે ત્યાંની શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવા માટે શું કામ કર્યું છે. તેમણે કહ્યું કે હું પોતે સોમવારે ગુજરાત જઈશ અને ત્યાંની શાળાઓ જોઈશ કે શું ભાજપ સરકારે ગુજરાતની શાળાઓમાં એવું કામ કર્યું છે જે બતાવી શકાય. અને જો ભાજપે કામ ન કર્યું હોય તો ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે તેઓ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને તક આપશે અને તેઓ ત્યાં શિક્ષણ સુધારવા માટે કામ કરશે.

(10:10 pm IST)