Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાષ્ટ્રકૃત બેંકોના ખાનગીકરણના વિરોધમાં કાલે અમદાવાદમાં ઘરણા : 15મીએ અને 16મીએ બે દિવસ હડતાળ પાડશે

વિવિધ બેન્કિંગ એસોશિયેશન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓ ધરણામાં જોડાશે

અમદાવાદ : રાષ્ટ્રકૃત બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિણર્ય સામે વિરોધમાં વિવિધ બેન્કિંગ એસસોશિયેશન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓ અમદાવાદમાં આવતીકાલે એટલે કે 10મી માર્ચના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ધરણા પર બેસશે.

  અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડા ખાતે 10મી માર્ચના રોજ 1 દિવસ માટે બેન્કિંગ એસસોશિયેશન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓ ધરણામાં જોડાશે. આ સિવાય સાંજે 5:30 વાગ્યે વિરોધ પણ કરવામાં આવશે.

 વિવિધ બેન્ક એસસોશિયેશન સાથે જોડાયેલા બેન્ક કર્મીઓ 15મી અને 16મી માર્ચના રોજ બે દિવસ હડતાલ પાડશે, જોકે આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ અને મોબાઈલ પર બેન્કિંગ સેવા ચાલું રહેશે

ચાલું સપ્તાહના અંત 13મી માર્ચે બીજો શનિવાર છે અને 14મી માર્ચે રવિવાર આવે છે. જ્યારે 15મી અને 16મી માર્ચ રોજ એટલે કે આગામી સપ્તાહના સોમવાર અને મંગળવારના રોજ કેટલીક બ્રાન્ચ હડતાળમાં જોડાશે. આમ કેટલીક બ્રાન્ચ 4 દિવસ સુધી બંધ રહી શકે છે.

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં વિરોધના ભાગરૂપે બેન્કિંગ એસસોશિયેશન સાથે સંકળાયેલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે. ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસસોશિયેશન અને તેના તાબા હેઠળ આવતા ઘણા બેન્કિંગ એસસોશિયેશન દ્વારા સંયુક્ત રીતે બે – દિવસીય હડતાલનો નિણર્ય લેવામાં આવ્યો છે.

મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસસોશિયેશન દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં વિવિધ બેંકો સાથે જોડાયેલા કર્મચારીઓ બે દિવસીય હડતાલમાં જોડાશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનની હૈદરાબાદમાં યોજાયેલી બેઠકમાં બે દિવસીય હળતાલનો નિણર્ય લેવામાં આવ્યો હતો. જેને બેંકોના વિવિધ સંગઠન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. બેંકોની બે દિવસીય હડતાલ દરમિયાન મોટી સંખ્યામાં નાણાંકીય વ્યવહારો અટકશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે

(6:27 pm IST)