Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદના અમરાઈવાડી મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ઢળતી સાંજે પરણિતાએ સાસુને ઢોરમાર મારતા ગંભીર હાલતમા પાડોશીઓ એ સારવાર માટે ખસેડાયા : જ્યાં તેમને હ્દયરોગ નો હુમલો આવતા દોડધામ

પતિની ગેરહાજરી મા સાસુ માને પુછયા વિના મકાન નો ભાડાકરાર કરી દેતા સાસુ મા એ વિરોધ કરી ને ભાડુઆત ને ખાલી કરાવવા જતા મામલો બીચકયો

રાજકોટ::::અમદાવાદ ના અમરાઈવાડી મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ઢળતી સાંજે શ્રીનાથ પાકઁ મા  પરણિતા નીતાબેન પ્રદીપકમાર પટેલ એ પોતાના સાસુ રમીલાબેન જયંતીભાઈ પટેલને ઢોરમાર મારતા ગંભીર હાલત મા પાડોશી ઓએ  ૧૦૮ એમ્બ્યુલન્સમાં એલ જી હોસ્પિટલ મા સારવાર  માટે ખસેડાયા હતા જ્યાં તેમને હ્દયરોગ નો હુમલો આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.

ત્રણ બાળકો ની પરણિતા એ પતિ ની ગેરહાજરી મા સાસુ માને પુછયા વિના મકાન નો ભાડાકરાર  કરી દેતા સાસુ મા એ વિરોધ કરી ને ભાડુઆત ને ખાલી કરાવવા જતા મામલો બીચકયો હતો અને પુત્રવધૂએ  સાસુમા ને ઢોરમાર માર્યો હતો.

અમરાઈવાડી પોલિસ  મા આ અંગે ની ફરિયાદ સાસુ એ નોધાવતા પોલિસે ફરાર પુત્રવધૂ ની આજે સવારે  અટકાયત કરી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)