News of Thursday, 8th March 2018

ઓગણજ-ભાડજ રિંગ રોડ પર અકસ્માતમાં ત્રણના મોત: બેની હાલત ગંભીર

અમદાવાદ:ના ઓગણજ-ભાડજ રિંગ રોડ પર થયેલા અકસ્માત બાદ કારમાં આગ લાગતા ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસોપિટલમાં ખસેડાયાં હતાં.

મળતી માહિતી અનુંસાર આજે વહેલી સવારે અમદવાદના ઓગણજ-ભાડજ રિંગરોડ પર ભાડજ સર્કલ નજીક ફોક્સવેગન કારનો અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી. જેથી કારમાં સવાર પાંચ લોકો ફસાઈ ગયાં હતાં. કારમાં આગ લાગતા 3 યુવકો બળીને ભડથું થઈ ગયાં હતાં. ત્રણેય મૃતકો અમદાવાદના રહેવાસી હોવા હોવાનું કહેવાય છે. જ્યારે બાકીના બે યુવકો જેમતેમ કરીને કારમાંથી બહાર આવવામાં સફળ રહ્યાં હતાં. જો કે તે બંને યુવકો પણ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

(5:55 pm IST)
  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST