Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્થિતિ કયારે સુધરશે...?

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વભરની મહિલાઓને તેમના અધિકારો અપાવવાનો અવાજ બુલંદ કરવા માટે આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. આ દિશામાં પહેલ તો થઇ છે, પણ હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે અને એટલે જ અડધો અડધ વસ્તી આજે પણ પોતાના અધિકારો માટે લડે છે. વિશ્વના પ૦૦ સૌથી વધુ શ્રીમંતોમાં માત્ર પપ મહિલાઓ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું અનુમાન છે કે મહિલા અને પુરૂષ વચ્ચેની આર્થિક અસમાનતા આવતા ૧૧૮ વર્ષો સુધી સમાપ્ત નહિ થાય એક દાયકાના મુકાબલે અત્યારે વૈશ્વિક શ્રમિકોની સંખ્યામાં રપ કરોડથી વધુ મહિલાઓ છે પણ તે એટલુ જ કમાય છે જે પુરૂષ ર૦૦૬માં કમાતો હતો. પુરૂષ-મહિલા વચ્ચે આર્થિક અસમાનતાની ખાઇ પ્હોળી છે. વળી પુરૂષોના મુકાબલે મહિલાઓની શ્રમ ભાગીદારી પણ ઘણી ઓછી છે. ભારતમાં મહિલાઓને સરેરાશ ૬૬ ટકા શ્રમનું ચૂકવણુ કરવામાં આવતું નથી. પુરૂષોમાં આ આંકડો માત્ર ૧ર ટકા છે.

(10:57 am IST)