Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજપીપળા કોર્ટમાં ગુટખા પ્રતિબંધનો કડક અમલ કરાતાં ચેકીંગ દરમિયાન 10 કિલો જથ્થો ઝડપાયો

જિલ્લા ચીફ જસ્ટિટ્સ એ આર પટેલે લગાવેલો નિયમ તમામ કચેરીમાં લગાવાય તો સ્વચ્છતા જળવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટનું નવ નિર્મિત બિલ્ડીંગ લોકાર્પણ બાદ કાર્યરત બન્યું છે. ત્યારે આ નવા બિલ્ડીંગમાં સ્વછતા જળવાઈ રહે તે હેતુથી નામદાર કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રોના કોર્ટના મુખ્ય દ્રારમાં સઘન ચેકિંગ કરી પ્રવેશ આપવાનો નવો નિયમ બનાવાયો, ચીફ જસ્ટિસ એ.આર.પટેલ સાહેબે પણ ચેકીંગ કારાવી પ્રવેશ મેળવ્યો હતો. કેમકે વ્યસન પ્રતિબંધ આ ન્યાય મંદિર આજે રાજ્યના અન્ય સરકારી બિલ્ડીંગો માટે દિશા સૂચક બન્યું છે.

  જૂની કોર્ટ બિલ્ડીંગ ખાતે જ્યાં જુવો ત્યાં પડીકી અને પિચકારીના ડાઘા ગંદકી જોઈ નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ ચીફ જસ્ટિટ્સ એ.આર.પટેલના હસ્તે કરવામાં આવ્યું. મંત્રીઓએ વર્ચ્યુલ લોકાર્પણ કર્યું પણ પૂજા ચીફ ડિસ્ટિક જજ એ.આર.પટેલે કરીને લોકાર્પણ કર્યું, ત્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ખાસ કરીને પાન પડીકી, માવા, ગુટખા ખાઈને ગમે ત્યાં પિચકારી ના મારે અને થુકવાથી, કોર્ટમાં ગંદકીના થાય એ માટે કડક કાર્યવાહી નામદાર મુખ્ય ડિસ્ટિક જજ એ આર.પટેલ દ્વારા હુકમ કરવામાં આવતા કોર્ટ પરિસરમાં પ્રવેશ દ્વાર પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ચોરી છુપે પાન પડીકી, ગુઠખા ખાઈ પિચકારી મારશે તો આ ગંદકી કરનારને 500 રૂપિયા દંડની પણ જોગવાઈ કરવામાં આવેલ જેને લઈને આ એક મહિના જેવા ટૂંકા ગાળામાં 10 કિલોથી વધુ પાન પડીકી, બીડી સિગારેટ, ગુટખાનો જથ્થો જમાં થયો હતો જેનો ચીફ જસ્ટિસની સૂચના મુજબ નિકાલ કરવામાં આવશે.    આ બાબતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે  ડિસ્ટ્રિક્ટ જજ એ આર. પટેલ સાહેબ દ્વારા લેવાયેલ આ નિર્ણયથી નર્મદા જિલ્લા બાર એસોસિયેશન,સરકારી વકીલ સહિત તમામ આ નિયમથી ખુશ થયા કેમકે જૂની બિલ્ડીંગ ગમે ત્યાં લોકો પિચકારી મારતા પણ અહીંયા આ નિયમને લઈને સ્વચ્છતા જળવાઈએ વાત ચોક્કસ છે. તમામ કચરીઓના વડા પોતના અન્ડરમાં આવતી બિલ્ડીંગમા આવા કડક નિયમ બનાવી સ્વચ્છતાને પ્રાધાન્ય આપે તો સ્વચ્છતા જરૂર જળવાશે

(10:25 pm IST)