Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ : મતદારને પોતાનું નામ ક્યાં વોર્ડ/મંડળમાં છે તે જાણવા સર્ચ એન્જીન તૈયાર

મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે વેબસાઈટ પરથી જોઈ શકશે

અમદાવાદ : ફેબ્રુઆરી-2021માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમની ચૂંટણી ની મતદાર યાદી વિધાનસભાની 1-1 2021ની લાયકાતની સ્થિતિએ પ્રસિદ્ધ થયેલ તા, 9-11-2020 અને તા, 1-12-2020ના ડ્રાફ્ટ પરથી તૈયાર કરવામાં આવેલ છે,

રાજ્ય ચૂંટણી અયોગ્ય દ્વારા તૈયાર કરાયેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તા, 5-1-2021ના રોજ કરવામાં આવેલ છે

 મતદારો વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજ એકમોની મતદાર યાદીમાં પોતાનું નામ ક્યાં વોર્ડ- મતદાર મંડળમાં છે તે જોઈ શકે તે હેતુથી મતદારો માટે સર્ચ એન્જીન તૈયાર કરીને રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ ( https //sec gujarat .gov .in ) ના હોમ સ્ક્રીન પર મુકવામાં આવેલ છે

 મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે વેબસાઈટ ( https //sec gujarat .gov .in અથવા http //secsearch .gujarat .gov .in /search .)ના માધ્યમથી જોઈ શકશે 

(6:54 pm IST)