Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી

કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ચૂંટણીમાં 149 બેઠકો જીતવાના આંકડાને વટાવ્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ પ્રચંડ જીત મેળવીને 156 સીટ પર વિજય મેળવ્યો છે, ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે  રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત  જીતી રહી છે.  જ્યારે ભાજપે  પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

(11:33 pm IST)