Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

આણંદ જિલ્લાના ભાદરણ નજીક સર્જાયેલ ત્રણ અકસ્માતમાં ચાર ઈજાગ્રસ્ત

આણંદ:જિલ્લાના ભાદરણ, દાવોલ અને બોરસદ પાસે ગઈકાલે દિવસ દરમ્યાન થયેલા અકસ્માતમાં ચારને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેમાં એકની હાલત ગંભીર હોવાનુ ંજાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતના ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


ધર્મજ ખાતે રહેતા જયેશભાઈ રામાભાઈ રાવળ (ઉ. વ. ૩૭)ગઈકાલે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીપી-૭૬૯૧ ઉપર પુત્ર જયમીન (ઉ. વ. ૧૭)તેમજ zપુત્રી હેતલ (ઉ. વ. ૧૩)ને બેસાડીને વડોદરાના ગોત્રી દવાખાને ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા ત્યારે બારેક વાગ્યાના સુમારે ભાદરણની કેજીએન બેકરી નજીક આવેલી મસ્જીદ પાસે ભાદરણ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૦૬, એલપી-૪૩૪૬એ ટક્કર મારતાં જયેશભાઈને પગના નળા ઉપર તેમજ પુત્ર જયમીનને ડાબી આંખ ઉપર ઈજાઓ થવા પામી હતી.

બીજા બનાવમાં દાવોલ ખાતે રહેતા પુંજીબેન હરમાનભાઈ પઢિયાર (ઉ. વ. ૬૦)ગઈકાલે સવારના સુમારે સીમમાં આવેલા તળાવ ઉપર કુદરતી હાજતે જઈને પરત ઘર તરફ આવતા હતા. દરમ્યાન સવા અગિયાર વાગ્યાના સુમારે લ-મી માતાના મંદિરેથી દાવોલ ચમારીયાપુરા જવાના રોડ ઉપર પુરપાટ ઝડપે આવી ચઢેલા અજાણ્યા બાઈકે ટક્કર મારતાં ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોટી શેરડી ગામે રહેતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ મકવાણા (ઉ. વ. ૩૦)ગઈકાલે પોતાનું ટુ વ્હીલર નંબર જીજે-૨૩, ડીકે-૨૪૨૨નું લઈને આણંદ તરફ આવવા નીકળ્યા હતા. દરમ્યાન સાડા પાંચેક વાગ્યાના સુમારે વાસદ ચોકડીથી નજીક આવેલા જૈન મદિર પાસેની નાની ચોકડી ઉપર પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૦૬, ઝેડઝેડ-૮૦૯૭એ ટક્કર મારતાં રાજેન્દ્રસિંહને થાપા, ગુપ્ત ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.

(5:05 pm IST)