Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

એડવોકેટ માફી માગતા અવમાનનો કેસ અંતે બંધ

ચાલુ સુનાવણીમાં સિગારેટ પીવાનો મામલો

અમદાવાદ,તા.૭ : ગુજરાત હાઈકોર્ટ વીડિયો કોન્ફરસિંગ સુનવણી દરમિયાન સિગારેટ પીવા બદલ કોર્ટમાં વકીલે બીન શરતી માફી માંગતા જસ્ટીસ એએસ સુફિયાના સિંગલ જજે ઉચ્ચ ધોરણોનું વકીલોએ સન્માન જાળવવું જોઈએ એમ ટકોર કરી અવમાનનાનો કેસ બંધ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનવણી દરમિયાન ચાલુ કાર્યવાહી દરમિયાન કારમાં સીગારેટ પીતા વકીલે નજરે પડતા તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કરવામાં આવ્યો હતો. જેની સુનવણી આજે સીંગલ બેચના જસ્ટીસ એએસ સુફિયાનાએ વકીલને ઠપકો આપતા અગાઉના આદેશમાં કોર્ટ સુનાવણી દરમિયાન વકીલ ધ્વારા યોગ્ય આચરણના વિષય પર રિપોર્ટ રજુ કરવા ન્યાય પાલિકા જ્યુડિશિયલને નિર્દેશ આપ્યો હતો. આ રિપોર્ટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશનને મોકલવાની સૂચના આપી છે. તેમણે ઉમેર્યું કે આ બંને સંસ્થાઓ એપેક્સ કોર્ટના નોંધાયેલ નિરીક્ષણો માહિતગાર થશે જેથી આવી અયોગ્ય અને ખેદજનક ઘટનાઓ ટાળી શકાય.

(9:27 pm IST)