Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરા નજીક જાબુંઆમાં સ્ટેશનના કમ્પાઉન્ડનું શટર તોડી વીજ દબાણના 8 લાખની કિંમતના વાયરોની ચોરી થવાની ફરિયાદથી પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: નજીક જામ્બુઆ ખાતે જેટકો સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તથા જુના સ્ટોરના શટરનું લોક તોડી ભારે વીજ દબાણના રૃા.૮ લાખ કિંમતના વીજ વાયરોની ચોરી થઇ હોવાની ફરિયાદ મકરપુરા પોલીસમાં નોધાઇ હતી. આ ફરિયાદ બાદ શહેર પીસીબીને બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલી તરૃણ સોસાયટી પાસે એક ટાટા ટેમ્પો વીજ વાયરો ભરીને પાર્ક કરેલો છે. આ બાતમીના આધારે પોલીસે ટેમ્પા સાથે કુલ આઠ શખ્સોને ઝડપી પાડયા હતાં.

પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે જે સ્થળે ચોરી કરવાની હોય તે સ્થળની રેકી કર્યા બાદ વીજ વાયરોનું કટિંગ કર્યા બાદ ટેમ્પાનો ડ્રાઇવર મજૂરોને ચોરીના સ્થળે છોડી આવતો હતો અને બાદમાં ટેમ્પામાં સામાન લાવી તેને ભંગારના વેપારી મહંમદમુસ્લિમને વેચી દેતા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ, ૧૦ મોબાઇલ, વીજ વાયરો તેમજ ટેમ્પો મળી કુલ રૃા.૮.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

(5:44 pm IST)