Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રાષ્ટ્રીય જુનિયર ડ્યુ બોલ ચેમ્પિ.માં ગુજરાત છવાયું

ગુજરાતની ટીમ ત્રીજા સ્થાને રહી

         અમદાવાદ,તા. ૮, ૪ થી રાષ્ટ્રીય જુનિયર ડ્યુ બોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની જુનિયર ટીમ દ્વારા ત્રીજું સ્થાન મેળવવામાં આવ્યું છે. આ સ્પર્ધા આકોલા, મહારાષ્ટ્રમાં તા.૨૮ જાન્યુઆરી ૨૦૧૮ થી ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ સુધી યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાંથી ૪ ખેલાડી જેમાં ભાવનગરથી જયરાજસિંહ, સાગર, ધ્રુવરાજસિંહ, સંજય તથા અમદાવાદના ૪ ખેલાડી દેવઋષી, કરણ, ગૌરવસિંહ તથા સુભાષે ભાગ લીધો હતો. ફાઈનલ સ્પર્ધામાં દેવઋષીના નેતૃત્ત્વમાં ગોવાને પરાજીત કરી ગુજરાતની ટીમ વિજયી બની હતી અને રાષ્ટ્રીય ચેમ્પિનશીપમાં ગુજરાત ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.

(10:14 pm IST)