Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કાનપુરની ટેસ્ટી ડેરી સ્પેશિયાલીટીઝ લિમીટેડનો આઈપીઓ સોમવારે બંધ થશે

અમદાવાદ, તા.૮ : કાનપુર સ્થિત ટેસ્ટી ડેરી સ્પેશિયાલીટીઝ લિમીટેડનો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ) બુધવારે ખુલી ગયેલ છે. આ પબ્લીક ઈશ્યુમાં રૂ.૧૦ના ફેસ વેલ્યુના ૫૪,૩૦,૦૦૦ ઈકિવટી શેર હશે અને એકત્રિત રૂ.૨૪૪૩.૫૦ લાખમાં ઈકિવીટી શેર દિઠ રૂ.૪૫ની કિંમતે રોકડ માટે ઓફર કરાશે. આમાંથી ૫ ટકા શેર માર્કેટ મેકર્સ માટે આરક્ષીત છે.

આઈપીઓ તા.૭ને બુધવારે ખુલી ગયેલ છે અને તા.૧૨ના રોજ બંધ થશે. ઇશ્યુની લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ રહેશે. શેર બીએસઈ ઈમર્જ પર લીસ્ટેડ રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૭)

(4:33 pm IST)