Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પાલનપુર સરકારી કર્મચારીઓ ટ્રાફીક ભંગમાં પોલીસની ઝપટે

બનાસકાંઠા :.. પાલનપુરમાં સરકારી કચેરીઓનાં કર્મચારીઓ ટ્રાફીક નિયમનના ભંગ બદલ પોલીસની ઝપટે ચડી ગયા છે.

પાલનપુર ટ્રાફીક પોલીસે ટુ વ્હીલર ચાલકને હેલ્મેટ અને ફોર વ્હીલર પરથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાની ઝૂંબેશ શરૂ કરી  હતી. જેમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, કોર્ટ અને મામલતદાર કચેરીના પ૦ કર્મચારીઓ દંડાયા છે. સામાન્ય રીતે ટ્રાફીક નિયમોનું પાલન આમ જનતા પાસે જ કરાવવામાં આવતું હોય છે. તેમજ આમા પ્રજાજનો જ શિક્ષાત્મક કાર્યવાહીના ભોગ બનતા હોય છે. ત્યારે આજે પોલીસ તંત્રએ કરેલી કાર્યવાહી પ્રજા માટે નોંધપાત્ર અને દાખલારૂપ બની છે.

(4:58 pm IST)