Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

વડોદરાની 10 બેઠક માટે પોલિટેક્નિક કૉલેજમાં કરાશે મતગણતરી :સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષા ગોઠવાઈ

અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ અને 70 જેટલા CCTV કેમેરાથી દેખરેખ

  વડોદરાની 10 બેઠક માટે આવતીકાલે સવારે પોલિટેક્નિક કૉલેજમાં મતગણતરી થશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કૉલેજમાં જ્યાં EVM રખાયા છે તે સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ અને 70 જેટલા CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

(8:54 pm IST)