Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

 કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું

અમદાવાદમાં આવતીકાલે 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે.જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે.

  સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે..સ્ટ્રોંગરૂમ બહાર પ્રથમ સ્તરમાં CRPF બીજા સ્તરમાં SRP અને ત્રીજા સ્તરમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. CCTVથી સતત EVMનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. CCTV હેઠળ જ મતગણતરી કરવામાં આવશે..પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે.. ત્યારબાદ EVMની મતગણતરી થશે.. મતગણતરી સેન્ટર પર અંદર જતા લોકોને પાસ અને આઈકાર્ડની ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે..

(7:19 pm IST)