Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદ:અડધા કલાકમાં સીટીએમમાં કારનો કાચ તોડી ગઠિયા 1.70 લાખ ભરેલ બેગ તફડાવી ગયા

અમદાવદ: પૂર્વ અમદાવાદમાં ચોર-લૂંટારા તત્વો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ છે. સીટીએમ ચાર રસ્તા પાસે એક દુકાનદારે પોતાની દુકાન પાસેના સર્વિસ રોડ પર પોતાની ગાડી પાર્ક કરી હતી. જેમાંથી માત્ર અડધો કલાકમાં જ ૧.૭૦ લાખના મુદ્દામાલ ભરેલી બેગ ચોરી થયાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામોલની હરભોલેનાથ પાર્ક સોસાયટી ખાતે રહેતા ધર્મેશ રાધેશ્યામ શર્માએ ગત તા.છ સેમ્બરના રોજ બપોરના સમયે પોતાની ફોરવ્હીલ સીટીએમચાર રસ્તા પાસે આવેલ પોતાની તિ ટ્રેડર્સ નામની દુકાન પાસેના સર્વિસ રોડ પાસે પાર્ક કરી પોતાની દુકાનમાં કામઅર્થે ગયા ના. અડધો કલાક બાદ ગાડી પરતલેવાજતાતેમને માલુમ પડ્યું કે ગાડીના પાછળનાદરવાજાનો કાચ તૂટેલી હાલતમાં હતો તથા ગાડીમાંથી દુકાનનો અસલ દસ્તાવેજ, હિસાબનો ચોપડો, ધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, ચેકબુક, પાસબુક, ડેબિટકાર્ડ, તથા રોકડરૂપિયા ડીત કુલ રૂપિયા ૧,૭૦,૦૦૦ના મુદ્દામાલ ભરેલીબેગત્યાંથી ગાયબ હતી. જેઅંગે તેમણે રામોલ લીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવીછે.

(4:56 pm IST)