Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પુણા પોલીસે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો કર્યો પર્દાફાસ, ગ્રાહક, મેનેજર અને માલિક ઝડપાયા

કેબિનમાં જઇ તપાસ કરતા એક ગ્રાહક લલના સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો: કોન્ડોમના પેકેટ પણ મળ્યા

સુરત : સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ દરોડમાં ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી.પોલીસે આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પુણા પોલીસ મથકની ટીમે કંટ્રોલ  રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસપી સ્પામાં દરોડા પાડયા હતા. અહીં પ્લાયવુડના પાર્ટીશનવાળી કેબિનમાં જઇ તપાસ કરતા એક ગ્રાહક લલના સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ ગયો હતો. પોલીસે સુમિત ગુણવંત રાઠોડ (ઉ.વ.30, રહે- હળપતિવાસ, હનુમાનજી મંદિર પાસે, પરવટ પાટિયા)ને ઝડપી પાડયો હતો.

કેબિનમાંથી પોલીસને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા. અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. મસાજ ફી પેટે ગ્રાહકો પાસે રૂપિયા 500 તથા છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે 1 હજાર લેવાતા હતા. છોકરીઓને ગ્રાહક દીઠ 500 ચૂકવાતા હતા.

પુણા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ મળી 11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સ્પાના મેનેજર નરેશ ભગુ સોલંકી (રહે- બાપા સીતારામ સોસાયટી, મરઘાં કેન્દ્ર પાસે, કાપોદ્રા) અને સ્પાના માલિક અશોક મફતલાલ વૈષ્ણવ (રહે- સ્વસ્તિક રેસિડન્સી, કુંભારિયા)ની ધરપકડ કરી હતી.

(11:02 pm IST)