Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું

રોંગ નંબર પર વાત કરનારી યુવતી ફસાઈ ગઈ : વરાછાના યુવકે યુવતીનો ફોન પર સંપર્ક કરી તેને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધ્યા હોવાની ફરિયાદ

સુરત, તા. : રાજ્યમાં રોજેરોજ બળાત્કાર અને છેડતીના કિસ્સાઓમાં વધારો થતા એવું લાગી રહ્યું છે કે જાણે ગુનાખોરોને કાયદાનો કોઇ ડર નથી રહ્યો. ડાયમંડ સિટી સુરતમાં પણ બળાત્કાર અને છેડતીની ઘટનાઓનો આંકડો ઉપર આવી રહ્યો છે. કતારગામમાં પણ લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી દેવાઈ હતી. આખરે સમગ્ર મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો.

વરાછામાં અંકુર ચોકડી પાસે અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫ વર્ષીય નીલ અશોકભાઈ સાનગઢિયાએ કતારગામની યુવતી સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો. ફોન પર વાતચીત થયા બાદ મિત્રતા થઈ હતી અને બાદમાં નીલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ૨૩ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. રીતે વારંવાર યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. છેલ્લાં ઘણાં સમયથી નીલ કુકર્મ કરતો હતો.

દરમિયાન થોડાં સમય પહેલાં તેને યુવતીને ત્યજી દીધી હતી. લગ્નની લાલચ આપી યૌન શોષણ થયું હોય પીડિતાએ આખરે પોલીસનું શરણું લીધું હતુ. કતારગામ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નીલ સાનગઢિયા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. પોલીસે પીડિતાનું તબીબી પરિક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

(8:51 pm IST)