Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

નવા નિયમ મુજબ ઇન્ડસ્ટ્રીઝમાં યુનિયને હડતાલ પાડવી હોય તો ૧૪ દિવસ પહેલા જાણ કરવી પડશે

vસુરતની સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝ દ્રારા વેબીનાર યોજાયો

સુરતની સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝ દ્રારા એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના ભૂતપૂર્વ એડીશનલ લેબર કમિશનર કે.એસ. ગીલે વ્યકતવ્ય આપ્યું હતું. જેમાં તેમને માહિતી આપી હતી કે આગામી એપ્રિલ ર૦ર૧થી દેશમાં નવો લેબર લો ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ લાગુ પડશે ત્યાર બાદ ૩૦૦ કરતા ઓછા કામદાર ધરાવતી સંસ્થાઓ સરકારની મંજૂરી વિના જ છટણી કરી સંસ્થા બંધ કરી શકશે.

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને એફડીઆઇને આકર્ષવા ભારત સરકારના પ્રયાસોમાંથી એક એવા ચાર નવા મજુર કોડ કે જે કાયદાનું સ્વરૂપ લઇ ચૂકયા છે. આવા અત્યંત જરૂરી વિષય ઉપર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્ધારા નવા ચાર મજુર કોડ ઉપર નોલેજ સિરીજનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડમાં સમાઇ જશે. કોડમાં ૩૦૦ કે તેથી નીચે કામદારોવાળી સંસ્થાઓ સરકારની મંજૂરી વગર જ કામદારોને લે ઓફ / છટણી કે સંસ્થા બંધ કરી શકશે. ભારતમાં લગભગ ૮૦ ટકા જેવા ઉદ્યોગોમાં અનુમાનીત ૩૦૦થી નીચે કામદારો હોય છે, જેઓને આનો સીધો લાભ મળશે.

વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં યુનિયને હડતાળ કરવાના ૧૪ દિવસ પહેલાં સંસ્થાને નોટિસ આપવી પડશે. લેબરકોર્ટ સંપૂર્ણ રીતે નાબુદ થશે અને ટ્રિબ્યુનલમાં તમામ કોર્ટ કેસો ટ્રાન્સફર થશે. ૩૦૦થી ઉપર કામદારોવાળી સંસ્થાઓએ સ્ટેન્ડીંગ ઓર્ડર ફરજિયાત સર્ટિફાઇડ કરાવવાના રહેશે. ઉદ્યોગમાં યુનિયને હડતાળ પાડવી હોય તો ૧૪ દિવસ પહેલા જ સંસ્થાને નોટિસ આપવી પડશે .

(7:28 pm IST)