Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગાંધીનગર જિલ્લામાં આઇપીએલ પર સટ્ટો રમાડનાર શખ્સને પોલીસે બાતમીના આધારે 22 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે એલસીબીની ટીમે કલોલના સ્ટેશન રોડ ઉપર પ્રોવિઝન સ્ટોર આગળ મોબાઈલ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં કલોલના યુવાનને ઝડપી પાડયો હતો. જેની પાસેથી રોકડ, મોબાઈલ મળી ૨૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે કડીના યુવાન પાસેથી રૂપિયાની લેતીદેતી કરતો હોવાની માહિતી બહાર આવતાં તેની સામે પણ ગુનો નોંધાયો છે. 

હાલમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઠેકઠેકાણે સટ્ટાની પ્રવૃતિ ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને ઓનલાઈન એટલે કે મોબાઈલ એપ્લીકેશનથી સટ્ટો રમવાની પ્રવૃતિ વધી રહી છે. ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી જિલ્લામાં આ પ્રકારે ઓનલાઈન ક્રીકેટનો સટ્ટો રમતાં શખ્સોને ઝડપી પણ રહી છે.  ત્યારે એલસીબી-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ ધર્મેન્દ્રસિંહ અને કો.રાજવીરસિંહને બાતમી મળી હતી કે શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલા સતકાર પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં એક શખ્સ ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં સન્ની કનૈયાલાલ પંજવાણી રહે. ઈન્દિરાનગર સોસાયટી, મકાન નં. રર, જીઈબી સામે કલોલ મળી આવ્યો હતો અને તેના મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું જણાયું હતું. 

(5:01 pm IST)