Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડોદરામાં ઝાડ પરથી જામફળ તોડવાના મુદ્દે બે પાડોશી બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:જામફળીના ઝાડ પરથી જામફળ તોડવા મુદ્દે પાડોશીઓ બાખડતાં પાણીગેટ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે સાત વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વાઘોડિયા રોડ પર આવેલ પુષ્ટિ દ્વાર સોસાયટીમાં રહેતા મહેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે પાડોશી અશ્વિનભાઈ પરમારના કમ્પાઉન્ડમાં જામફળનું ઝાડ છે અને આ ઝાડ ઉપર લાગેલા જામફળ મકાનની સામે રહેતા મનોજભાઈના પત્ની અશ્વિન ની બેન તથા અન્ય એક મહિલા જામફળ તોડી ગયા હતા જેથી તેઓ ની છબી ન ખરડાય તેથી પુરાવારૂપે મોબાઇલ ફોનથી તેઓએ ફોટા પાડ્યા હતા.

આ દરમિયાન બંને મહિલાઓ એ ફોટા કેમ પાડો છો તેમ જણાવી ખોટા આક્ષેપો મૂકી ઝઘડો કર્યો હતો અને મહેશભાઈ પટેલ પત્નીને ગડદાપાટુનો મારમારી કપડાં ફાડી નાખ્યા હતા. તેવી ફરિયાદ નોંધાવી હતી.

(4:57 pm IST)