Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુજરાત યુનિવર્સિટીમાં 9 થી 21 સુધી દિવાળી વેકેશનઃ પરિક્ષા ફોર્મની તારીખ લંબાવવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. યુજી સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષા 8 ડિસેમ્બરથી લેવામાં આવશે. આ સાથે પીજી સેમ 3ની પણ પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. કોલેજની ઈન્ટરનલ પરીક્ષા 5 દિવસ પહેલાં જ પૂર્ણ કરાશે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUI દ્વારા સેમ 3 અને 5ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મની માંગ તેમજ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ 9થી 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. ત્યારે એવામાં દિવાળી વેકેશનના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાંકી થઇ શકે છે. કેમ કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. જેથી પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા NSUIના લોકો વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, યુનિ. દ્વારા યુજી સેમેસ્ટર 3, 5 અને પીજીમાં સેમેસ્ટર 3ની વિવિધ કોર્સની પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી 2 તબક્કામાં શરૂ કરવા જાહેરાત કરાઈ છે. જેને લઈને NSUI દ્વારા હોબાળા સાથે ફરિયાદ કરવામાં આવી છે કે યુનિ.એ યુજી-પીજીના સેમેસ્ટર 2 અને 4ના 20 હજાર જેટલા વિદ્યાર્થીઓનું હજુ સુધી મુલ્યાંકન જ નથી કર્યું.

(4:49 pm IST)