Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જેલમા એક આરોપી દ્વારા ઊંઘમાં બડબડાટ થયો અને પાંચ વર્ષથી દીવાલમાં ચણાયેલ લાશનું રહસ્ય ખુલી ગયેલ

મૃતકની ખોપરી અને ઓરીજીનલ ફોટો સાથે ઇમોજીશન ટેકનિક દ્વારા એફએસએલ આબેહૂબ નવો ચેહરો બનાવાશે : હોરર ફિલ્મને ટક્કર મારે તેવી સુરતની સત્ય ઘટના : જામનગર એસપી તરીકે ફરજ બજાવી ગયેલ હાલના ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંઘલને મળેલી માહિતી આધારે મૂળ રાજકોટના વતની એવા ૨ અધિકારીઓ એડિશનલ સીપી એચ. આર.મુલીયાણા તથા એસીપી જયકુમાર પંડયાએ પોલીસ કમિશનર અજયકુમાર તોમારના માર્ગદર્શનમાં અદભૂત કામગીરી દ્વારા રાજકોટને ગોરવ અપાવ્યું

રાજકોટઃ તા.૭, સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંઘલને એક ચોકવાનારી માહિતી મળતા જ સર્વ પ્રથમ તો તેવો ચોકી ઉઠ્યા અને ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી આર આર. સરવૈયા સાથે બંધ બારણે લાલ લાઈટ ચાલુ કરી ચર્ચા કર્યા બાદ સીધા પોલીસ કમિશનરને મળવા પોહચી ગયા અને સાથે જ એક મહત્વની તપાસનો પ્રારંભ થયો.

 ક્રાઇમ બ્રાન્ચના એવી માહિતી મળેલ કે ૫ વર્ષ થયાં ગૂમ શિવમ નામના એક શખ્સની ૫ વર્ષ પહેલા જ હત્યા કરી દાદરા નીચેની દીવાલમાં દાટી દઇ દીવાલ ફરી ચણી લેવાઇ છે.

 પોલીસ કમિશનર અજય કુમાર તોમરે તુર્તજ આ કાર્યવાહી એડિશનલ પોલીસ કમિશનર એચ. આર. મુલીયાણાને સુપરત કરવા સાથે આરોપીની કળાં મુજબ લાશ કાઢતા સમયે શું કરવું પડે તેનું માર્ગદર્શન આપ્યુ અને જેલમાં રહેલા એક આરોપી દ્વારા થયેલ બડબડાટ આધારે એચ.આર. મુલીયાણા તથા એસીપી જય પંડ્યા ટીમ નિયમ મુજબ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ તથા એફએસએલ ટીમની મદદ દ્વારા લાશ બહાર કાઢી.  સુરતના પાંડેસરા વિસ્તારમાં રાજુ બિહારી ગેંગ દ્વારા આચરાયેલા કૃત્ય સાબિત કરી ધીરે ધીરે તમામને પોલીસે સકંજામાં લીધા છે.

વાત અહી પૂરી થતી નથી લાશ શિવમની જ છે તે પ્રથમ પુરવાર કરવાનું હોવાથી લાશના અવશેષોનો મૃતકના ભાઈના લોહીના નમુના લઈને  ડીએનએ ટેસ્ટ કરાવવા મુળ રાજકોટના આ બને વતની અધિકારીઓ સતત ઝઝુમી રહી છે.

 'અકિલા' સાથે ની વાતચીતમાં પોતાના સ્ટાફને સમગ્ર યશ આપવા સાથે એ વું જણાવ્યુકે આ લાશ શીવમની છે તે પુરવાર કરવા માટે શિવમની ખોપરી પાસે તેનો ઓરીજીનઅલ ફોટો રાખી એફએસએલ દ્વારા ખોપરી પર માટી દ્વારા તેના નાક નકશા તૈયાર કરી આબેહૂબ શિવમનો ચેહરો એકસ હુમેસન પદ્ઘતિ દ્વારા ડીએનએ ટેસ્ટ દ્વારા સાબિત કરી પુરાવાની મજબૂત સાંકળ ગુથાસે. 

અત્રે યાદ રહે કે ૧૦૦ ડે' ઝ નામની હિન્દી ફિલ્મમાં આવી રીતે લાશ દીવાલમાં ચણ વામાં આવેલ. જોકે આતો કાલ્પનિક નહિ સત્ય ઘટના છે.

(11:33 am IST)