Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પ્રેગ્નેટ પત્નિને પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેકશન થતા પતિએ 'ત્રિપલ તલાક' આપી દીધા

ખેડા શહેરની ૨૪ વર્ષની એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી

અમદાવાદ, તા.૭: ખેડા શહેરની ૨૪ વર્ષની એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે પ્રેગ્નેન્સી દરમિયાન તેને પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેકશન લાગી જતા પતિએ તેને ત્રિપલ તલાક આપી દીધી. ખેડા શહેર પોલીસમાં ૩૧ ઓકટોબરે નોંધાવેલી પોતાની જ્ત્ય્માં શબાના સૈયદ કહે છે કે, ૨હ્વક મે ૨૦૧૯માં તેણે પોતાની પરિવારની ઈચ્છાથી સિદ્દિકી અલી સૈયદ સાથે લગ્ન કર્યા હતા.

પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો શબાનાનો પતિ લગ્ન બાદ નાની નાની વાતમાં તેની સાથે દુર્વ્યહાર કરતો હતો અને કોઈ નાની અમથી ભૂલમાં તેને તરછોડી દેવાની ધમકી આપી દેતો.

જુલાઈમાં શબાનાને મેડિકલ ચેકિંગ બાદ માલુમ પડ્યું કે તે પ્રેગ્નેન્ટ છે અને તેના ગાયનેકોલોજીસ્ટે તેને પૂરતી સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું. જોકે તે ઘરકામમાં વ્યસ્ત રહેતી હોવાના કારણે ડોકટરની સલાહ મુજબ સ્વચ્છતા ન રાખી શકી અને આ દરમિયાન તેને ઈન્ફેકશન લાગી ગયું. તેણે પોતાના પતિને આ વિશે જણાવ્યું પરંતુ તે તેને ડોકટર પાસે લઈ જવાનું ટાળતો રહ્યો.

મહિના પહેલા તેને લોહીની ઉલ્ટી થવાનું શરૂ થઈ ગયું અને ખૂબ તાવ આવ્યો. આ બાદ તેના માતા-પિતાને તેને ડોકટર પાસે લઈ ગયા જયાં તેના પ્રાઈવેટ પાર્ટમાં થયેલા ગંભીર ઈન્ફેકશનનું નિદાન કરવામાં આવ્યું.

FIR મુજબ, તે ચાર દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહી અને તેની ઈન્ફેકશનથી સારવાર થયા બાદ તેનો પતિ તેને હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો અને ફરીથી જોવા માટે પણ પાછો ન આવ્યો. આથી યુવતીને તેના માતા-પિતા તેમની સાથે ઘરે લઈ ગયા, અને તેની દવાઓ ચાલું હતી. આ દરમિયાન ૨૭મી ઓકટોબરે યુવતીનો પતિ ખેડાના ગોબલજ ગામના તેમના દ્યરે પહોંચ્યો અને પત્ની તથા પરિવારના સભ્યોને અપશબ્દો બોલવા લાગ્યો. આ ઉપરાંત તેણે અન્ય મહિલા સાથે લગ્ન કરવા માટે ૧.૫૦ લાખ રૂપિયાની પણ માગણી કરી.

આ સમયે શબાના ઊંદ્યી રહી હતી, તેના પતિએ તેની બહેનની સામે જ ત્રણ વખત જોરથી 'તલાક' કહી દીધું અને ત્યાથી જતો રહ્યો. શબાનાના જાગ્યા બાદ તેને પરિવાર તરફથી માલુમ પડ્યું કે પતિએ તેને ત્રિપલ તલાક આપ્યા છે. આ બાદ તેણે મુસ્લિમ વુમન એકટ હેઠળ સિદ્દિકી વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(10:37 am IST)