Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં અજાણ્યો શખ્સ કારમાં ત્રણ બકરીની તસ્કરી કરી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના માંજલપુરના ખોડિયાર નગરમાં રહેતા કનુભાઇ ચુનારા ની ત્રણ બકરીઓ નજીકના ખેતરમાં ચરવા ગઈ હતી ત્યારબાદ તેની તપાસ કરતા બકરીઓ મળી આવી હતી અને જાણવા મળ્યું હતું કે અજાણ્યો વ્યક્તિ કારમાં બકરીઓ ભરી ચોરી ગયો છે. જે ત્રણ બકરીની કિંમત રૂપિયા 15000 છે. બીજા બનાવમાં માંજલપુર વિસ્તાર ના સુરત નગરમાં રહેતા યાસીનભાઈ તુરા બેંકમાં નોકરી કરે છે.

સપ્ટેમ્બર મહિનાની 8 તારીખે તેઓ પોતાના મિત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા અને તેઓના બંનેના મોબાઈલ ઘરની બારી પાસે મુક્યા હતા. તપાસ કરતા તે મળી આવ્યા હતા. કોઈ અજાણી વ્યક્તિ મકાનની ખુલ્લી બારીમાંથી હાથ નાખી રૂપિયા 18000 ની કિંમત ધરાવતા બંને મોબાઇલની ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળતા તેઓએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:44 pm IST)