Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સુરતના ભાઠ ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન હે.કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરનાહજીરા રોડના ભાઠા ગામ પાસે વાહન ચેકીંગ દરમિયાન ડાર્ક ફિલ્મ વાળી કાર અટકાવનાર હેડ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ભાગી જનાર ચાલક વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાય છે. જયારે ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ભાઠા ચોકીના પીએસઆઇ પી.જે.પટેલ અને તેમનો સ્ટાફ ગત સાંજે ભાઠા ગામ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હે.કો શૈલેષ કાંતિલાલ અને પો.કો.કિરણ દેવીદાસે ડાર્ક ફિલ્મ લગાવેલી કારને અટકાવી હતી. ચાલકે કાર બેરીકેટ નજીક થોભાવી હતી પરંતુ ફિલ્મ એટલી ડાર્ક હતી કે કારમાં કોણ બેઠું છે તો જોઇ શકાય એમ નહોતું. જેથી પો.કો કિરણે ચાલકને બહાર આવવા જણાવ્યું હતું. પરંતુ ચાલકે કાર પુરઝડપે હંકારતા કારની પાસે ઉભેલા હે. કો શૈલેશ કાંતિલાલ બોનેટ સાથે અથડાયને અંદાજે 10 મીટર સુધી ઘસડાઇને રોંગ સાઇડ ફંગોળાય ગયો હતો. જેથી હે. કો. શૈલેષને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થતા પીએસઆઇ પટેલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતા. બીજી તરફ કાર નં. જીજે-5 સીએલ-5758 નો ચાલક કાર પુર ઝડપે હંકારી મુકી હતી. પોલીસે તેનો પીછો પણ કર્યો હતો પરંતુ ચાલક કાર હંકારીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટના અંગે હે. કો શૈલેષે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાર નં. જીજે-5 સીએલ-5758ના ચાલક વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કરી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

(5:00 pm IST)