Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યા ડો. સોનલ ફળદુને શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક

રાજકોટ તા. ૭ : શિક્ષક દિન નિમિતે અમદાવાદ ખાતે યોજાયેલ સમારોહમાં રાજયપાલ આચાર્યશ્રી દેવવ્રતજીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયુ હતુ. જેમાં રાજકોટની શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યા ડો. સોનલ ફળદુને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત થયેલ.

આચાર્ય દેવવ્રતજીના હસ્તે શાલ ઓઢાડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રૂ.૫૧ હજારનો ચેક, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે ડો. સોનલ ફળદુ મ્યુ. કોર્પો. સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં સેવા આપી રહ્યા છે. એક દાયકામાં તેઓએ આ શાળાની કરેલ કાયાપલટ તેમજ શ્રમજીવી પરિવારના બાળકોને શિસ્ત અને સંસ્કારના પાઠ ભણાવવા બદલ આ સન્માન કરાયુ હતુ. તેઓ દ્વારા કરવામાં આવતી સામાજીક પ્રવૃત્તિઓને પણ ધ્યાને લેવાઇ હતી. 

(3:16 pm IST)