Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની ૧૯ વર્ષની વયે પાઈલોટ બનનાર ઓલપાડની કિસાન દીકરી મૈત્રી પટેલને શુભેચ્છાઓ આપતા વિજયભાઈ રૂપાણી

૧૮ માસની પાઈલોટની તાલીમ માત્ર ૧૧ મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું ૧૯ વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી

રાજકોટ તા.૭ અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી મૈત્રી પટેલને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત શ્રી કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રિએ સુરતમાં ધોરણ બારનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કુલ 18 માસની પાઈલોટની તાલીમ માત્ર 11 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું 19 વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.

આ મુલાકાત પ્રસંગે પાઈલોટ શ્રી મૈત્રી પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક શ્રી કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. 

(2:03 pm IST)