Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

વિજયભાઇ રૂપાણીના હસ્તે એસોચેમના રિસર્ચ રીપોર્ટ આધારિત કોવીડ સેકન્ડ વેવ વિષયક પુસ્તકનું વિમોચન

રાજકોટ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે એસોચેમના રીસર્ચ રિપોર્ટ ‘Resilient & Sustainable Gujarat: Suggestions & Inputs on Rooting Industries back to recovery post - Covid 2nd wave’નું વિમોચન કરાયું. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે એસોચેમના રીસર્ચ રિપોર્ટ ‘Resilient & Sustainable Gujarat: Suggestions & Inputs on Rooting Industries back to recovery post - Covid 2nd wave’નું‚ આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર ખાતેથી વિમોચન કરવામાં આવ્યું હતું.  આ અહેવાલ વિમોચન પ્રસંગે વેસ્ટર્ન રિજીયન, એસોચેમના ચેરમેન શ્રી જક્ષય શાહ, ગુજરાત રિજીયનના ચેરમેન શ્રી ચિંતન ઠાકર, કો- ચેરમેન શ્રી જયમિન શાહ, એસોચેમ ગુજરાતના સભ્યો શ્રી કુંજ શાહ, શ્રી મનીશ કિરિ, વુમન કમિટિના શ્રી પ્રતિ પટેલ, શ્રી નિખિલ અગ્રવાલ તેમજ એસોચેમ ગુજરાતના સ્ટેટ હેડ શ્રી વિપુલ ગજિંગવાર ઉપસ્થિત રહ્યા હતા.

(1:16 pm IST)