Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

વડોદરા સ્વખર્ચે અંગ્રેજી માધ્યમ શરૂ કરનાર શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લેવાની ના પાડી

શિક્ષક-આચાર્ય ચમનલાલ નાઇએ કહ્યું વાલી અને વિદ્યાર્થી જ મારો એવોર્ડ છે

વડોદરા :  પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં શિક્ષકે પોતે અને દાતાની મદદથી શિક્ષકોને પગાર આપી 2013માં અંગ્રેજી માધ્યમ શરૂ કર્યું હતું. 140 બાળકો સાથે શરૂ થયેલી આ યાત્રા 2021માં 1091 વિદ્યાર્થીઓ પર પહોંચી ગઇ છે. આ શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લેવાની ના પાડતાં કહ્યું કે વાલી અને વિદ્યાર્થી જ મારો એવોર્ડ છે. ટીપી 13ની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક-આચાર્ય ચમનલાલ નાઇએ 2013માં શિક્ષણ સમિતિ પાસે અંગ્રેજી શાળાના જુનિયર-સિનિયરના વર્ગો શરૂ કરવાની મંજૂરી મેળવી હતી, પરંતુ શિક્ષકો અને બાળકો શોધવાની જવાબદારી તેમના શીરે હતી.

પ્રથમ વર્ષમાં 140 બાળકો હતા. 3 શિક્ષકોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરાઇ હતી. જેમાં એક શિક્ષકનો પગાર મેં તથા બે શિક્ષકોના પગાર બે દાતા દ્વારા અપાયો. 2014માં ધો.1ના વર્ગની મંજૂરી મળી,તે સમયે પણ શિક્ષકોના પગારની વ્યવસ્થા દાતાઓની મદદથી કરાઈ હતી. 2013થી 2016 સુધી દાતાની મદદથી શિક્ષકોનો પગાર આપી અંગ્રેજી માધ્યમ ચલાવ્યું અને સંખ્યા વધતી ગઇ. 2016માં 400 બાળકો અંગ્રેજી માધ્યમમાં થઇ જતાં સરકારે 4 શિક્ષકોની નિમણૂક કરી. ત્યારબાદ શાળાને સમા ચાણાકયપુરી ખાતે શિફટ કરીને ટીપી 13માં નવી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાઇ.

(12:51 am IST)