Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ટોપી વિવાદ : કોંગ્રેસના જયરાજસિંહે કહ્યું - સફેદ ગાંધી ટોપી ગુજરાતની ઓળખાણ છે

વોટ્સએપીયા જ્ઞાન ધરાવતા ઇતિહાસમાં શૂન્ય એવા ભાજપના આયાતી નેતા કોંગ્રેસ ભવન આવી જ્ઞાનનો લાભ લઇ શકે છે

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વીટ કરી પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, રત્નાકરજી આપનું ગુજરાતમાં સ્વાગત છે, પણ અહીં આવ્યા પછી ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકરણીનો તો અભ્યાસ કરો. સફેદ ગાંધી ટોપી ગુજરાતની ઓળખાણ હતી. અમે જાણીએ છીએ કે, તમારો પહેરવેશ તો કાળી ટોપી હતી અને દેશની આઝાદીની લડાઈમાં નહોતા જોડાયા. ગાંધી ટોપી નહોતા પહેરતા. એટલે એ નહેરુદ્વેષમાં ના ખપાવો. વધુમાં જણાવ્યું કે, ગાંધીજીએ વસ્ત્રો ત્યાગી પોતડી જ પહેરવાની શરૂ કરી, ત્યારથી ટોપી પહેરવાની બંધ કરેલી પણ કોંગ્રેસના સૈનિકોના પહેરવેશમાં ટોપી અપનાવી લેવામાં આવી હતી. વોટ્સએપીયા જ્ઞાન ધરાવતા ઇતિહાસમાં શૂન્ય એવા ભાજપના આયાતી નેતા કોંગ્રેસ ભવન આવી જ્ઞાનનો લાભ લઇ શકે છે.

(9:44 am IST)