Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બામરોલી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને બેઝ આપવામાં આવ્યા

દેત્રોજ તાલુકાના બામરોલી ગામનું ગૌરવ સમાન બામરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઝળક્યા

તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના છેવાડાના  બામરોલી  ગામનું ગૌરવ સમાન બામરોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકદિન નિમિત્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સને વર્ષ ૨૦૧૯/૨૦૨૦ માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી ધોરણ ૫ માં મુખ્ય વિષયોમાં સત્રાત પરીક્ષામાં ૮૦ ટકા કરતાં વધારે ગુણો પ્રાપ્ત કરીને બામરોલી પ્રાથમિક શાળાનાં છ વિદ્યાર્થીઓ (૧) ઝાલા ભૂમિકાબા જગદીશસિહ (૨) ઝાલા રાજવીરસિહ કલ્પેશસિહ (૩) ઝાલા જગદીશસિહ રાજબહાદુરસિહ (૪) ઝાલા દિવ્યરાજસિહ હષૅદસિહ (૫) રબારી વિરલ ઝવરેભાઇ (૬) ઠાકોર પૂનમબહેન દશરથજી સહિતના વિદ્યાર્થીઓએ જળહળતી સફળતા પ્રાપ્ત કરીને પરીક્ષા પાસ કરેલ છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને બેઝ આપવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં પાસ કરાવવા બામરોલી પ્રાથમિક શાળા નાં આચાર્યા મયુરીકાબેન પટેલ તથા ઘોરણ ૧ થી ૫ અભ્યાસ કરાવતા શિક્ષકો હઠીસિંહ ઝાલા, ભરતભાઈ પટેલ, ધરમશીભાઇ દેસાઈ, પારૂલબેન, ધોરણ ૬ થી ૮ના શિક્ષકો પટેલ અલ્પેશભાઈ, જયશ્રીબેન પટેલ, રીટાબેન પટેલ, અશ્વિનભાઈ, સોનલબેન, મીનાક્ષીબેન  જેવા અનુભવી  તજજ્ઞો શિક્ષકો મહેનત પરીશમ કરી તમામ વિધાર્થીઓ સફળતા અપાવી ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન પ્રાપ્ત કરેલ છે.

(2:34 pm IST)