Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગાંધીનગરમાં સે-4માં રાત્રીના સમયે કારમાં આવેલ શખ્સોએ યુવાન પર હથિયારથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-૪માં ગઈકાલે રાત્રે કારમાં આવેલા દસ જેટલા શખ્સો હાથમાં છરોલોખંડની પાઈપ અને ગુપ્તી સાથે ત્યાં બેઠેલા સે-પના યુવાન ઉપર તુટી પડયા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરીયાદના આધારે સે-૭ પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.    

શાંત ગણાતાં ગાંધીનગર શહેરમાં મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે ત્યારે ગઈકાલે રાત્રે સે-૪ શોપીંગ સેન્ટરમાં કારમાં આવેલા શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-પ/સી પ્લોટ નં.૯૮૭/રમાં રહેતો ૧૯ વર્ષીય યુવાન મીત સુરેશભાઈ પટેલ અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરે છે અને ગઈકાલે રાત્રે તે તેના ભાઈ મન અને અન્ય મિત્રો સાથે સે-૪માં ગયો હતો. આ જ સમયે એક કાર તેમની નજીકથી પસાર થઈ હતી અને આગળ આવીને ઉભી રહી ગઈ હતી. જે કારમાં નીખીલ ઉપાધ્યાય અને જયરાજસિંહ ગોધાવી સવાર હતા. જેથી મીતે કાર ધીમી ચલાવવા માટે આ શખ્સને કહયું હતું. ત્યારબાદ થોડીવાર પછી નીખીલનો મિત્ર હિતેન્દ્રસિંહ વાઘેલા અને દીવ્યરાજ વાઘેલા કારમાં આવીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. આજ સમયે અન્ય શખ્સો સુરેન્દ્રસિંહ રતનસીંહ વાઘેલારવિન્દ્રસિંહ સહિત અન્ય ચારેય જેટલા ઈસમો હાથમાં લોખંડના સળીયાગુપ્તી અને અન્ય હથિયારો લઈને મીત ઉપર તુટી પડયા હતા.મનને પણ માર માર્યો હતો. આ મારામારીના પગલે આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને બન્ને ઘાયલ યુવાનોને સારવાર માટે ગાધીનગર સિવિલમાં ૧૦૮ એમ્બ્યલન્સ મારફતે ખસેડાયા હતા. જયાં મીતની ફરીયાદના આધારે પોલીસે દસ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી હતી. 

(5:11 pm IST)