Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ડેમાઇન પેટાપરા નજીક ખોરાકી ઝેરની અસરથી એક સાથે ચાર પશુઓના મોત નિપજતા તપાસ હાથ ધરવામાં આવી

બાયડ:તાલુકાના ડેમાઈના પેટાપરા મોટા મુવાડાનું પશુપાલન કરી જીવન નિર્વાહ કરતા ખેડુતની ચાર ભેંસના સામો અને કન્જરો ઘાસચારો ખાવાથી મોત નિપજતાં પરિવાર ઉપર આભ તુટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.   તંત્ર દ્વારા ખેડુતને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ડેમાઈના પેટાપરા મોટા મુવાડા ગામના ખેડુત ભીખુસિંહ ગલાબસિંહ ઝાલા   પશુપાલ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. 

ગુરૂવાર ની રાત્રી એ પોતાના ઘરે રહેલી ચાર ભેંસોને નિત્યક્રમ મુજબ ઘાસચારો નાખવામાં આવ્યો હતો. સવારે ઉઠતા અને દુધ દોહવા જતા  ચાર ભેંસો ટપોટપ મોતને ભેટેલી હતી.

આ બનાવને લઈ ખેડુત પરીવારમાં દોડધામ મચી ગઈ હતી. વેટરનરી ર્ડાકટર બોલાવ્યા છતાં ભેંસો બચી શકી ન હોતી. સામો અને કન્જરો ઘાસચારો ખાવાને લઈ ખેડુત પરીવારની ચાર ભેંસોને મોત ને ભેટી હતી. ખેડુત પરીવાર પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ભેંસોની દુધની આવકમાંથી પોતાના પરીવારનું ગુજરાન ચાલતું  હતું. આ મામલે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પંચનામુ કરવામાં આવ્યું હતું. તેમજ વેટરનરી ર્ડાકટર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા ખેડુત ને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(5:05 pm IST)