Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

દહેરાદૂન જિલ્લાની ૧૫ વર્ષની બાળા સુરતમાં હોવાની માહિતી આધારે ગણત્રીની કલાકમાં પત્તો લગાડી લીધો

ટૂંકા ગાળામાં ૩૫ ગરીબ પરિવારના સંતાનો માટે પોલીસ ફોજ મેદાને ઉતારી સફળતા મેળવનાર સીપી અજયકુમાર તોમર ટીમને વધુ એક સફળતા : અમરોલી પીઆઈ આર.પી.સોલંકી, પીએસઆઈ એમ.જી.રાઠોડ, ઈ.વી.ડોડીયા, જીતેન્દ્રસિંહ અને પોલીસમેન કિરીટભાઈ ઠકકર સ્ટાફની જેટ ઝડપ જોઈ ઉત્તરાખંડ પોલીસ આફ્રિનઃ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા

રાજકોટ,તા.૭: સુરતમાં છેલ્લા થોડા  માસમાં બિલકુલ ગરીબ પરિવારના ૩૫થી વધુ ગૂમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ૧૦૦ પોલીસ સ્ટાફનો કાફલો કામે લગાડનાર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનાં માર્ગદર્શનમાં વધુ એક સફળતા સાંપડી છે. આ વખતે પોલીસ ટીમ દ્વારા દહેરાદૂન જિલ્લા ઉતરાખંડ રાજયની ૧૫ વર્ષની બાળકીનો અમરોલી પોલીસ દ્વારા ગણત્રીની કલાકોમાં શોધી કાઢતા ઉતરાખંડ રાજયની પોલીસ સુરત પોલીસની આવી તાકિદની કુનેહથી પ્રભાવિત થઈ  અભિનંદન પાઠવ્યા છે.

નેહૂર કોલોની પો.સ્ટે, FIR.NO. ૦૩૧૫ / ૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૬૩ મુજબનો ગુનો તા.૫/૮/૨૦૨૧ના રોજ નહેરૂ કોલોની પોલીસ સ્ટેશન, જી- દહેરાદુન, રાજય- ઉત્તરાખંડમાં નોંધાયેલ છે. સદર ગુન્હાના કામે હકીકત એવી રીતેની છે કે, આ કામના ફરીયાદી શ્રી ગોપાલચંદ રહેવાસી I- ૨૬૮ નહેરૂ કોલોની, ઉત્તરાખંડ, નાઓની બાળકી ઉ.વ.૧૫ની ગઈ તા.૪/૮/૨૦૨૧ના આઠેક વાગ્યાના સુમારે ઘરેથી સ્કૂલ જવા માટે નિકળેલ. સમયસર ઘરે પરત નહિ આવતા, તેની શોધખોળ કરવા છતા મળી આવેલ ના હોય જેથી આ બાબતે ઉપરોકત નંબરથી ગુનો નોંધાયેલ.

જે ઉપરોકત બનાવ બાબતે અત્રેના અમરોલી પોલીસ સ્ટેશન ખાતે નહેરૂ કોલોની પોલીસ સ્ટેશન જી- દહેરાદુન, રાજય- ઉત્તરાખંડ તફરથી ગુમ થયેલ બાળકીનું લોકેશન અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતુ હોવાની ટેલીફોનીક વર્ધી આવતા સદર ગુનાની ગંભીરતાથી નોંધ લઈ આર.પી. સોલંકી, પોલીસ ઈન્સ્પેકટર નાઓએ સ્ટાફના માણસોને સદર ગુના બાબતે માહીતગાર કરી બાળકીની તપાસમાં રહેવા સુચના કરતા, સુચના આધારે પો.સ.ઈ. એમ.જી.રાઠોડ તથા પો.સ.ઈ.વી.એ.ડોડીયા તથા અહે.કો. જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો. કિરીટ રસીકભાઈ નાઓએ ટેકનીકલ વર્કાઉટ કરી, લોકેશન વાળી જગ્યાની આસપાસના માણસોની પુછપરછ કરી, ગુમ થનાર બાળકી અંગે સાંકળતી તમામ કડીઓ મેળવી, નહેરૂ કોલોની પો.સ્ટે. FIR.NO. ૦૩૧૫/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૬૩ મુજબના ગુનાના કામે અપહૃત બાળકીને શોધી કાઢી, ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

(11:42 am IST)