Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

UGVCL સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરાયો: રાત્રિ દરમિયાન વીજકાપ મુકાતા સ્થાનિકોને હાલાકી

હિંમતનગરની આસપાસના ગામડાઓમાં વીજકાપ મૂકાતા સ્થાનિકો પરેશાન

હિંમતનગરની આસપાસના ગામડાઓમાં વીજકાપ મૂકાતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રાઈવેટ લિમિટેડ (UGVCL) દ્વારા સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હિંમતનગરની આસપાસના ખેડ, ધનપુરા, અરજણપુરા, શેરડીટીંબા, રાયસિંહપુર, ખેડ કંપામાં વીજ કાપ મૂકાવાના કારણે અંધારપટ્ટ છવાયો છે.

કૉંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, દેશભરમાં કોલસાની અછતના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કોલસાની અછતના કારણે કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગાવૉટ વીજળીની અછત ઉભી થઈ છે. જેના કારણે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

(12:36 am IST)