Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

અમદાવાદમાં એક દિવસ માટે કલેકટર બનેલી 11 વર્ષીય ફ્લોરા જિંદગી સામેનો જંગ હારી ગઈ

એક દિવસીય કલેકટર ફ્લોરાનું નિધન : બ્રેન ટ્યુમરની ચાલી રહી હતી સારવાર: જિલ્લા કલેકટરે પાઠવી ટ્વીટર પર સાંત્વના

 

અમદાવાદ :  માત્ર એક જ દિવસ માટે અમદાવાદ જિલ્લા કલેકટર બનેલી 11 વર્ષીય યુવતી ફ્લોરાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાથી તેઓની બ્રેન ટ્યુમરની સારવાર ચાલી રહી હતી.અને એક સ્વયંસેવી સંસ્થા મારફત અમદાવાદ જિલ્લા કલેકટરને ફ્લોરાની IAS બનવાના સ્વપ્ન વિષે ખબર પડતા તેમની ઈચ્છા પુરતી કરવાનું નક્કી કર્યું હતું. આ બીમારી એવી હતી કે તુરંતમાં તેમની મનોકામના પૂર્ણ થાય તે શક્ય નહોતું.જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ફ્લોરાને માન-સન્માન સાથે 18 સપ્ટેમ્બરે એક દિવસ માટે જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપ્યો હતો.ફ્લોરાના નિધનથી કલેકટર ખુદ ભાવુક થયા અને તેમણે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા બહાદુર દીકરી ફ્લોરા આસોડિયાના નિધનથી ખૂબ જ દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેના પરિવારજનો સાંત્વના પાઠવી છે.

(11:10 pm IST)