Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઉમરવા ગામમા કોઈક કારણસર એક શખ્સને માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં કોઈક કારણોસર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ થઈ છે.

મળતી માહિતી મુજબ હરીભાઈ રામજીભાઈ પરમાર ( રહે. ઉમરવા,પરમાર ફળીયુ )એ આપેલી ફરીયાદ અનુસાર તા.2.10.21 ની સાંજે 7 વાગે તેઓ પોતાના ઘરેથી ફળીયામાં દુકાને ઈંડા લેવા માટે જતા હતા તે વખતે આ કામના રાજેશભાઈ ઝવેરભાઈ પરમાર (રહે. ઉમરવા, પરમાર ફળીયુ)  એ હરીભાઈ ને ગમેતેમ ગાળો બોલી ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે રાજેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:57 pm IST)