Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજપીપળા કાલાઘોડા પાસે રહેતી મહિલાને ઝેરી સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના કાળાઘોડા પાસે રહેતા એક મહિલાને તેનાજ ઘરમાં સાપ કરડી જતા સારવાર દરમિયાન સિવિલમાં મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ પદમાબેન રમેશભાઇ વસાવા(૩૨) (રહે , કાળાધોડા રાજપીપલા )ને તા -૦૪ / ૧૦ / ૨૦૨૧ ના રાતે ૧૧ / ૦૦ વાગે તેમના ઘરે ડાબા હાથની આંગળીમાં ઝેરી સાપ કરડતા સિવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:51 pm IST)