Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવાવાઘપુરા ગામમાં અંગ્રેજી દારૂ અને દેશી દારૂના વોશ સાથે એક મહિલાને ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાવાઘપુરા ગામમા એક મહિલાને રાજપીપળા પોલીસે અંગ્રેજી દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ચા.ટાઉન પીઆઇ મોહનસિંહ ચૌહાણ દ્વારા દારૂ જુગારનો ધંધો કરતા તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે જેમાં તા.5 ઓક્ટોમ્બરે પોલીસ માણસો એ બાતમીના આધારે નવાવાઘપુરા ગામમા રહેતી
જોશનાબેન મહેશભાઈ વસાવાના ઘરમાં રેડ કરતા ત્યાંથી ઈગ્લિશ દારૂના કાચના ક્વાટરીયા નંગ -૦૫ કિં.રૂ .૫૦૦ તથા દેશી દારૂ બનાવાવા માટેનો ગોળ, મહુડા મિશ્રીત ઠંડો વોશ લીટર ૧૦૦૦ જેટલો જેની કી , રૂ .૨૦૦૦ મળી કુલ્લે કી.રૂ .૨૫૦૦નો પ્રોહી મુદામાલ સાથે આ મહિલાને ઝડપી ગુનો દાખલ કર્યો છે

(10:50 pm IST)