Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજપીપળા સહિત તાલુકામાં ડેન્ગ્યુ,મેલેરિયાના દર્દીઓ વધતા પાલિકા દ્વારા રાત્રી ફોગીંગની કમાગીરી હાથ ધરાઈ

જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ વધવા છતાં આરોગ્ય વિભાગ પોતાના બગડેલા ફોગીંગ મશીનો રીપેર નથી કરાવતું કે નવા ખરીદતું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ,મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથમાં લીધી છે ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીનોનો અભાવ હોવાથી રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રી ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે,આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા ના ગામડાઓમાં પણ જો ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવે તો એ તરફ વધતા ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં ઘટાડો થઇ શકે છે પરંતુ દર વર્ષે ફોગીંગ મશીનો બગડેલા નો રાગ આલાપતા આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે નિષ્ક્રિય હોય એમ જણાઈ રહ્યું છે.

(10:49 pm IST)